Mblazzy - 🌐

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 25, 2020

Mblazzy

Mblazzy


એક પટેલની દીકરીની સત્ય ઘટના વાંચશો તો તમારા બધા દુ:ખો ભૂલાય જશે

Posted: 25 Jul 2020 10:19 AM PDT


મિત્રો, આપણો જીવાત્મા એ પ્રભુ ની આપણા પર પરમકૃપા છે અને આ જીવાત્મા સાથે આપણ ને સંસાર ના અનેકવિધ સંબંધો નો મેળાપ થતો હોય છે. જો આપણા કુટુંબ મા કોઈ એક નિર્બળ હોય તો તેની નિર્બળતા ને દૂર કરી ને પોતાની સાથે લઇ ને ચાલવા ની આપણે ત્યા પ્રાચિન પ્રથા છે. પરંતુ , શુ વર્તમાન સમય મા આ બધુ શકય છે ?જાણીએ આજ ના લેખ મા.

રાજસ્થાન મા વસતી પૂજા પટેલ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાના શિશુ ને લઈ ને અનેકવિધ સ્વપ્નો જોતી હતી કે મારા શિશુ ને હુ જયપુર ની સૌથી શ્રેષ્ઠ શાળા મા અભ્યાસ કરાવીશ. હુ મારા શિશુ ને એ પદ સુધી પહોચાડીશ કે જેથી ભવિષ્ય મા હુ તેના નામે ઓળખાવ. સામાન્ય રીતે બધી જ સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન આ પ્રકાર ના સ્વપ્નો નિહાળતી હોય છે. પૂજા ને ત્યા પુત્ર નો જન્મ થયો અને આ પુત્ર માનસિક રીતે અશક્ત હતો.


૯ માસ થી જોયેલા પૂજા ના તમામ સ્વપ્નો એક જ ક્ષણ મા ચકનાચૂર થઈ ગયા. પૂજા નો આ પુત્ર હાલ ૧.૫ વર્ષ ની આયુએ પહોચ્યો. તે ના તો કઈ બોલી શકતો કે ના તો ચાલી શકતો કે ના તો સમજી શકતો. જયપુર ના સૌથી બેસ્ટ ડોક્ટર પાસે પૂજા ના આ પુત્ર નુ નિદાન ચાલી રહ્યુ હતુ. પરંતુ, એક દિવસ ત્યા ના એક દાકતરે આવી ને તેમને સમજાવ્યુ કે , આ શિશુ એ તેનુ સમગ્ર જીવન આજ અવસ્થા મા પસાર કરવુ પડશે. આ અવસ્થા સામે લડવા માટે કોઈ જ નિદાન નથી.


આ શબ્દો સાંભળી ને પૂજાબેન ની તો જાણે દુનિયા જ લૂંટાઈ ગઈ. હવે તેમણે આ જીવન ટૂંકાવવા નો નિર્ણય લઈ લીધો હતો. તે પંખા ની સાથે ઓઢણી બાંધી ને પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા એટલા મા જ ફોન રણક્યો. આ ફોન ડૉ.સીતારામ નો હતો જેમને ત્યા પૂજાબેન ના પુત્ર ની સારવાર ચાલી રહી હતી. પૂજાબેન નો ફોન મા રુદન ભરેલો સ્વર સાંભળી ને દાકતર સમજી ગયા કે કઈક તો અઘટીત ઘટના બનવાની છે.


તેમણે તરત જ સૂઝબૂઝપૂર્વક પૂજાબેન ને તેમના પુત્ર સાથે તેમના ઘરે મળવા બોલાવ્યા. પૂજાબેન તેમના પુત્ર ને લઈ ને દાકતર ના ઘરે પહોચ્યા અને પોતાના આત્મહત્યા ના નિર્ણય વિશે જણાવ્યુ. આ વાત સાંભળતા ની સાથે ડૉ.સીતારામે પૂજા ના પુત્ર ને પોતાના ખોળા મા લઈ લીધો અને કહ્યુ આજ થી આ મારો પુત્ર છે. તુ આ પુત્ર ના કારણે જ આત્મહત્યા નુ વિચારી રહી હતી તો આજે હુ તને આ પુત્ર ની જવાબદારી મા થી મુક્ત કરુ છુ હવે તારે જે કરવુ હોય તે કર.


પૂજાબેન ચોધાર આંસુએ રડવા માંડયા. ત્યારે ડો.સીતારામ તેમને સાંત્વના આપતા જણાવે છે કે , તે ક્યારેય ગીતા વાંચી છે ? તેમા લખ્યુ છે કે આપણી સાથે બનતી દરેક ઘટના નો સીધો સંબંધ આપણા કર્મો સાથે છે. આ પુત્ર તને તારા કર્મ ના ફળ સ્વરૂપે મળ્યો છે અને કેટલા જન્મ સુધી તારા કર્મ થી ભાગતી રહીશ. ડૉ.સીતારામ ની આ વાત થી પૂજા શાત થઈ ગઈ અને આ પુત્ર ને ખૂબ જ લાડકોડ થી ઉછેરવા નો નિર્ણય લીધો.

તેણે દાકતર ને જણાવ્યુ કે હુ જે મારી માં તરીકે ની ફરજ ભૂલી ગઈ હતી તેનાથી તમે મને અવગત કરાવી તે બદલ તમારો આભાર. પૂજાબેન નો પુત્ર બે વર્ષ નો થયો અને ચાલતો પણ થયો. પરંતુ જ્યારે તેઓ તેમના પુત્ર ને નોર્મલ વિદ્યાર્થીઓ ની શાળા મા દાખલ કરાવવા ગયા તો ત્યા તેને એડમીશન આપવાની ના પાડી દીધી. ત્યારબાદ પૂજાએ તેના પુત્ર વાસુ ને જયપુર ની એક માનસિક બાળકો ને સાચવતી શાળા મા દાખલ કર્યો. અહી પૂજા ના પુત્ર જેવા બીજા ઘણા બાળકો હતા.


આ બાળકો ને જોઈને પૂજાએ એક દ્રઢ નિશ્ચય કર્યો કે તેને આ બાળકો માટે કઈક કરવુ છે. ત્યારબાદ તે રાજસ્થાન થી રાજકોટ આવી અને ત્યાં માનસિક તથા શારીરિક રીતે અશકત બાળકો ની મદદ કરતી સંસ્થા નુ નિર્માણ કર્યુ. શરૂઆત મા ફક્ત ૪-૫ બાળકો આ સંસ્થા મા હતા. પરંતુ , હાલ ૧૨૦ થી વધુ બાળકો ને આ સંસ્થા સાચવી રહી છે. આમ કયા એક ખોડ-ખાપણ વાળા બાળક ને કારણે પૂજાબેન મૃત્યુ ભેટવા જઈ રહ્યા હતા અને હાલ તેમના પુત્ર જેવા ૧૨૦ બાળકો ને સાચવી રહ્યા છે. ધન્ય છે પૂજાબેન ને.



Post Bottom Ad

Pages