Mblazzy - 🌐

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, August 14, 2020

Mblazzy

Mblazzy


ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતમાં કરી હતી ભવિષ્યવાણીઓ, જે કળિયુગમાં પડી રહી છે સાચી

Posted: 14 Aug 2020 03:43 AM PDT

હિન્દુ ધર્મમાં વેદ પુરાણો અને ગ્રંથોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વેદો અને ગ્રંથોમાં રામાયણ અને મહાભારતને જીવનના સાર તરીકે વર્ણવામાં આવ્યું છે. પરંતુ આજકાલના સમયમાં એવું કોઈપણ વ્યક્તિ નથી જે આ વેદ પુરાણ અને ગ્રંથોને યોગ્ય રીતે વાંચતા હોય અથવા તો જે વ્યક્તિ તેને વાંચે છે તે તેમનો અર્થ યોગ્ય રીતે કાઢી શકતા નથી. જે વાતો તેમાં જણાવવામાં આવી છે તે કળિયુગમાં બિલકુલ સાચી સાબિત થઈ રહી છે.

મહાભારત સાથે જોડાયેલા એવા ઘણા રહસ્યો છે જેમના વિશે મોટા ભાગના વ્યક્તિઓને કોઈપણ પ્રકારની જાણકારી નથી. મહાભારતના સમયમાં ઘણી એવી વ્યવહારિક વાતો જણાવવામાં આવી છે. જેને જાણીને તમે તમારી બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી મહાભારતની એ ભવિષ્યવાણીઓ વિશે બતાવવા જઈ રહ્યા છે જે ભગવાન શ્રી કૃષ્ણજી એ મહાભારતના સમયમાં કરી હતી. જે કળયુગમાં બિલકુલ સાચી સાબિત થઈ રહી છે.

ચાલો જાણીએ મહાભારતની ભવિષ્યવાણીઓ વિશે

મહાભારતમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં મહિલા અને પુરુષ લગ્ન વગર પોતાની ઈચ્છા અનુસાર એકસાથે રહેશે. જે વ્યક્તિ છળકપટમાં હોશિયાર હશે તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. કળિયુગ વિશે એ પણ જણાવવામાં આવ્યું છે કે ફક્ત એક દોરો એટલે કે જનોઈ પહેરીને લોકો પોતાને બ્રાહ્મણ જણાવશે.

મહાભારતમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં જે વ્યક્તિ પાસે વધારે સંપતિ હશે તે વ્યક્તિને જ સૌથી શક્તિશાળી માનવામાં આવશે. લોકો ફક્ત તેમનું જ આદર સન્માન કરશે. કાયદો અને ન્યાય ફક્ત સંપત્તિના આધારે નક્કી કરવામાં આવશે.

મહાભારતમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં જે વ્યક્તિ પૈસા ખર્ચ કરવામાં સક્ષમ નહીં હોય તેમને ન્યાયાલયમાં યોગ્ય રીતે ન્યાય નહીં મળે. પરંતુ જે વ્યક્તિ ચાલાક અને સ્વાર્થી હશે તે વ્યક્તિને જ લોકો કળિયુગમાં વિદ્વાન સમજશે.

મહાભારતમાં એ વાત જણાવવામાં આવી છે કે કળિયુગમાં લોકો નદી અને તળાવને તીર્થસ્થળ સમજશે. પરંતુ પોતાના માતા-પિતાની હંમેશા નિંદા જ કરશે. કળિયુગમાં લોકો પોતાના માથા પર મોટા મોટા વાળ રાખીને પોતાને સુંદર સમજશે અને માત્ર પોતાનું પેટ ભરવું જ લોકોનો સૌથી મોટો ઉદ્દેશ્ય હશે.

મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પાસે સંપત્તિ નહીં હોય તેમને અધર્મી, અપવિત્ર અને બેકાર માનવામાં આવશે. કળિયુગમાં લગ્ન માત્ર બે લોકોની વચ્ચે સમાધાન બનીને રહી જશે. કળિયુગમાં લોકો સ્નાન કરીને પોતાને પવિત્ર સમજવા લાગશે.

મહાભારતમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કળિયુગમાં લોકો ધર્મ-કર્મના કામ ફક્ત દેખાડો કરવા માટે જ કરશે. લોકો સમાજની નજરોમાં પોતાને સારા સાબિત કરવા માટે ધર્મના નામનો દેખાડો કરશે. કળિયુગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારી વ્યક્તિ રહેશે અને ખુરશી અને સત્તાના લોકોમાં આવીને લોકો એકબીજાને મારી પણ નાખશે.

મહાભારતમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કળિયુગમાં લોકો દુષ્કાળ અને વધારે ટેકસના કારણે પરેશાન રહેશે અને ઘરને છોડીને રસ્તાઓ અને પહાડો પર રહેવા માટે મજબૂર બની જશે. સાથે જ લોકો પાન, ઝાડ, માંસ, મધ, ફળ-ફૂલ અને બીજ ખાવા માટે મજબૂર બની જશે.

એવું પૌરાણિક રહસ્યમય હિન્દૂ મંદિર, જેનો ટેકો આભમાં લટકે છે, ભગવાન શંકર બિરાજમાન છે અને શ્રી રામના પગલા છે.

Posted: 14 Aug 2020 03:40 AM PDT



ભારતમાં લગભગ દરેક ધર્મના લોકો વસે છે, દરેક ધર્મની અલગ સંસ્કૃતિ અને રીતભાત ભારતને વિવિધતામાં એકતા વાળો દેશ બનાવે છે. પરંતુ ભારત દેશમાં મોટાભાગની વસ્તી હિન્દુ સંસ્કૃતિને વરેલી છે. આજ કારણથી ભારતમાં વધુ પ્રમાણમાં હિન્દૂ મંદિરો જોવા મળે છે. ઐતિહાસિક મંદિરોમાંના ઘણા મંદિરો તેમની ભવ્યતા અને અલગ-અલગ માન્યતાઓ માટે વિશ્વભરમાં અલગ ઓળખ ધરાવે છે. આવું જ એક અજોડ અને વિખ્યાત મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે, જેની વિશેષતા ભલભલા ઈજનેરને પણ વિચારતા કરી દે.

કોઈ પણ બાંધકામને ટેકો આપવા વિશેષ ગણતરી કરી આધાર સ્તંભ ઉભા કરવામાં આવે છે. મોર્ડન ટેકનોલોજીમાં જેને આપણે કૉલમ કે પિલર તરીકે ઓળખીએ છીએ. આ મંદિરની સૌથી ખાસ અને રહસ્યમય બાબત એ છે કે તેનો એક આધાર સ્તંભ હવામાં અધ્ધર લટકી રહ્યો છે, મતલબ તે જમીન સાથે જોડાયેલો જ નથી. હવે આ કેમ આવું છે તેનું કારણ તો આજ સુધી કોઈ જાણી શક્યા નથી.

દેશના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલુ આ અદભુત મંદિર 'લેપાક્ષી મંદિર'ના નામથી ઓળખાય છે. જેને ઈંગ્લીશમાં 'હેંગિંગ પીલર ટેમ્પલ' તરીકે પણ વિશ્વભરમાં ઓળખવામાં આવે છે. લેપાક્ષી મંદિરમાં કુલ 70 પિલર(આધાર સ્તંભ) જોવા મળે છે. જેમાંનો એક આધાર સ્તંભ લટકી રહ્યો છે એટલે કે તે જમીન સાથે જોડાયેલ નથી. આ રહસ્યમય રીતે હવામાં લટકતા લેપાક્ષી મંદિરના અનોખા સ્તંભને 'આકાશ સ્તંભ' ની ઓળખ પણ આ કારણે જ મળી છે. આ સ્તંભ જમીનથી અડધો ઇંચ જેટલો ઉપર છે. એવું માનવામાં આવે છે કે સ્તંભની નીચેથી કંઇક પસાર કરી લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ જ માહત્મ્ય છે કે અહીં આવતા દર્શનાર્થીઓ સ્તંભની નીચેથી કપડાંને પસાર કરે છે.

એવી પણ વાત છે કે, લેપાક્ષી મંદિરનો આધાર સ્તંભ પહેલા જમીન સાથે જોડાયેલ હતો, પરંતુ એક બ્રિટીશ એન્જિનિયરે જાણી જોઈને તેને હલાવી ગયો કે મંદિર કેવી રીતે થાંભલા પર રહે છે, ત્યારથી તે સ્તંભ હવામાં ઝૂલતો થયો છે. આ મંદિરમાં વિરભદ્ર દેવ બિરાજમાન છે, જે ભગવાન શિવનું ક્રૂર સ્વરૂપ છે. ધાર્મિકગ્રંથો અનુસાર દક્ષના યજ્ઞ પછી વિરભદ્ર મહારાજ અસ્તિત્વમાં આવ્યા. આ સિવાય હિન્દૂ પુરાણોમાં જે ભગવાન શિવના અન્ય સ્વરૂપો પણ અર્ધનારીશ્વર, કંકાલ મૂર્તિ, દક્ષિણામૂર્તિ અને ત્રિપુરાતકેશ્વરમાં છે. અહીં બેઠેલી માતાને ભદ્રકાળી કહે છે.

કુર્માસેલમની ટેકરીઓ પર આવેલ લેપાક્ષી મંદિર, કાચબાના આકારથી બનાવવામાં આવ્યું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિર 16 મી સદીમાં વિરુપન્ના અને વિરન્ના નામના બે ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમણે વિજયનગરના રાજા સાથે કામ કર્યું હતું. જો કે, એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે આ મંદિર ઋષિ અગસ્ત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.

માન્યતાઓ અનુસાર, આ મંદિરનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવ્યો છે અને તે આ જ જગ્યા છે જ્યાં રાવણ સાથે લડ્યા બાદ જટાયું ઘાયલ થયો હતો અને રામને રાવણનું સરનામું કહ્યું હતું. આ મંદિરમાં એક વિશાળ પગની છાપ પણ જોવા મળે છે જે માનવામાં આવે છે કે તે ત્રેતાયુગનો સાક્ષી છે. કેટલાક તેને ભગવાન રામના પદચિહ્ન માને છે અને કેટલાક તેને માતા સીતાનો પદચિહ્ન માને છે.

Post Bottom Ad

Pages